NCERT એ પાઠ્યપુસ્તકમાંથી મુઘલો પરના પ્રકરણો દૂર કર્યા, આ પ્રકરણો સામેલ કરવામાં આવ્યા

 NCERT એ પાઠ્યપુસ્તકમાંથી મુઘલો પરના પ્રકરણો દૂર કર્યા, આ પ્રકરણો સામેલ કરવામાં આવ્યા

 news gujrat updet ::NCERT એ ધોરણ 7 ના પાઠ્ય પુસ્તકમાં મોટો ફેરફાર કર્યો છે. અહેવાલ મુજબ NCERT એ ધોરણ-7 ના શાળાના પાઠ્યપુસ્તકોમાંથી મુઘલો અને દિલ્હી સલ્તનતના બધા સંદર્ભો દુર કર્યા છે. આ ઉપરાંત મહાકુંભ અને કેન્દ્ર સરકારની મુખ્ય યોજનાઓના સંદર્ભો ઉમેરવામાં આવ્યા છે. અહેવાલ મુજબ આ અઠવાડિયે બહાર પાડવામાં આવેલા આ પાઠ્યપુસ્તકો નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ (NEP) અને નેશનલ કરીક્યુલમ ફોર સ્કૂલ એજ્યુકેશન(NCFSE) 2023 ને અનુરૂપ ડિઝાઇન કરવામાં આવ્યા છે.

આ પ્રકરણ ઉમેરવામાં આવ્યા:

  • અહેવાલ મુજબ નવા પુસ્તકોમાં ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં યોજાયેલા મહાકુંભ મેળાનો સંદર્ભ પણ ઉમેરવામાં આવ્યા છે. નવા પાઠ્યપુસ્તકોમાં મગધ, મૌર્ય અને શુંગ સાતવાહન જેવા પ્રાચીન રાજવંશો પર નવા પ્રકરણોનો સમાવેશ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત, ઘણા ચેપ્ટર્સમાં જનપદ, સામ્રાજ્ય, અધિરાજા અને રાજાધિરાજા વગેરે જેવા ઘણા સંસ્કૃત શબ્દો ઉમેરવામાં આવ્યા છે.
  • નવા પાઠ્યપુસ્તકમાં ‘મેક ઇન ઇન્ડિયા’, ‘બેટી બચાવો, બેટી પઢાઓ’ અને ‘અટલ ટનલ’ જેવી સરકારી યોજનાઓનો પણ ઉલ્લેખ સામેલ કરવામાં આવ્યો છે.
  • નવા પાઠ્યપુસ્તકમાં ‘પવિત્ર ભૂગોળ’ નામના પ્રકરણો પણ શામેલ કરવામાં આવ્યો છે, જેમાં ભારતના પવિત્ર સ્થળો અને તીર્થસ્થાનો વિશે વિગતવાર માહિતી આપવામાં આવી છે. જેમાં 12 જ્યોતિર્લિંગ, ચાર ધામ યાત્રા અને શક્તિપીઠોનું વર્ણન કરવામાં આવ્યું છે.
  • NCERT ના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું છે કે પાઠ્યપુસ્તકનો ભાગ-2 પણ આગામી મહિનાઓમાં પ્રકાશિત થવાનો છે.

અગાઉ પણ કરાયા હતાં ફેરફાર:

  • NCERT એ અગાઉ વર્ષ 2022-23માં મુઘલો અને દિલ્હી સલ્તનત પરના વિભાગોને ટૂંકા કરી દીધા હતાં. મુઘલ શાસકોની સિદ્ધિઓનું બે પાનાનું ટેબલ અને દિલ્હી સલ્તનતના શાસક મામલુક, તુઘલક, ખિલજી અને લોદીનું વિગતવાર વર્ણન હટાવવામાં આવ્યું હતું. હવે નવા પુસ્તકોમાં હવે બધા જ સંદર્ભો દૂર કરવામાં આવ્યા છે. આ પુસ્તકમાં હવે બધા નવા પ્રકરણો છે જેમાં મુઘલો અને દિલ્હી સલ્તનતનો કોઈ ઉલ્લેખ નથી.
  • ગયા વર્ષે ધોરણ 3 અને 6 માટે નવા પાઠ્યપુસ્તકો રજૂ કર્યા પછી, NCERT એ હવે ધોરણ 4 અને 7 માટે અપડેટેડ ઠ્યપુસ્તકો રજૂ કરવામાં આવ્યા છે.

Post a Comment

0 Comments