Gyan Sadhana Scholarship 2025 | જ્ઞાન સાધના સ્કોલરશીપ યોજના 2025 | HALL TICKET AVELEBAL | EXAM RESULT LINK 🔗
Gyan Sadhana Scholarship 2025 : મિત્રો, વિદ્યાર્થીઓના Skill Devlopment અને Higher Education માટે સરકાર વિવિધ પ્રકારની શિષ્યવૃતિની જાહેરાત કરે છે. જેના દ્વારા હોંશિયાર વિદ્યાર્થીઓને પ્રોત્સાહક આર્થિક સહાયના રૂપે સ્કોલરશીપ આપવામાં આવે છે. ગુજરાત સરકાર દ્વારા તેવી જ એક યોજના Gyan Sadhana Scholarship યોજના જાહેર કારવમાં આવેલ છે. જેમાં ધોરણ 9 થી 10 ના માટે ₹ 20,000/- વાર્ષિક અને ધોરણ 11 થી 12 ના માટે ₹ 25,000/- વાર્ષિક સ્કોલરશીપ આપવામાં આવે છે. આ આર્ટિકલ માફતે જ્ઞાન સાધના સ્કોલરશીપ યોજના વિશે Online Application કેવી રીતે કરવી ?, ઓફિશિયલ વેબસાઈટ અને માળનાર શિષ્યવૃત્તિ વિશે, HOLL TICKET AVELEBAL | EXAM RESULT LINK 🔗 વિગતે માહિતી મેળવીશું.
Bullet Point of Gyan Sadhana Scholarship 2025
યોજનાનું નામ |
જ્ઞાન સાધના સ્કોલરશીપ યોજના / Gyan Sadhana Scholarship Yojana |
પરિક્ષાનું આયોજના કોણ કરે છે? |
ગુજરાત રાજ્ય પરીક્ષા બોર્ડ, ગુજરાત સરકાર |
પસંદગી |
રીક્ષા દ્વારા. |
વિદ્યાર્થીઓની પાત્રતા. |
ધોરણ 9 થી ધોરણ 12 ના દરેક પ્રવાહના વિદ્યાર્થીઓ માટે. |
શિષ્યવૃત્તિની રકમ |
ધોરણ 9 થી 10 ના માટે 💸₹ 20,000/- વાર્ષિક
ધોરણ 11 થી 12 ના માટે 💸₹ 25,000/- વાર્ષિક |
Official Website sebexam.org
સંપર્ક નંબર. 📴📱079- 232 48461
Gyan Sadhana Scholarship 2025 શું છે?
- મુખ્યમંત્રી જ્ઞાન સાધના સ્કોલરશીપ યોજનામાં ગુજરાત રાજ્યના તેજસ્વી વિદ્યાર્થીઓના અભ્યાસમાં આર્થિક મદદરૂપ થવા શિષ્યવૃત્તિ આપવાની યોજના છે. જેમાં ગુજરાત રાજ્ય પરિક્ષા બોર્ડ દ્વારા ‘‘ જ્ઞાન સાધના પ્રખરતા કસોટી’’ નામની પરીક્ષા લેવામાં આવે છે. આ પરીક્ષામાં ઉત્તિર્ણ થયેલ વિદ્યાર્થીઓને અભ્યાસ માટે વાર્ષિક શિષ્યવૃત્તિ આપવામાં આવે છે. Gyan Sadhana Scholarship 2025 હેઠળ વિદ્યાર્થીઓને આગળ અભ્યાસ માટે આર્થિક મદદ કરવામાં આવે છે.
વિગત |
તારીખ/સમયગાળો |
જાહેરનામું બહાર પડ્યાની તારીખ |
તા. 24/02/2025 |
Gyan Sadhana Scholarship Yojana Registration ઓનલાઈન ફોર્મ ભરવાનો સમયગાળો |
તા. 25/02/2025 થી તા. 06/03/2025 |
💥પરીક્ષાની તારીખ |
👉તા.29/03/2025 |
જ્ઞાન સાધના સ્કોલરશીપ યોજનાનો હેતુ
- ધોરણ 8 માં અભ્યાસ પુર્ણ કરી ચુકેલ આર્થિક રીતે નબળા વર્ગના વિદ્યાર્થીઓ આગળ ધોરણ 9 થી 12 સુધીનો માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક કક્ષાનો અભ્યાસક્રમ પુર્ણ કરી શકે તે માટે આર્થિક મદદરૂપ બનવાનો મુખ્ય હેતું છે.
- આ યોજના હેઠળ દર વર્ષ કુલ 25,000 નવા તેજસ્વી વિદ્યાર્થીઓની પસંદગી કરી તેમના પસંદગી મુજબની સ્વ નિર્ભર શાળા અભ્યાસ કરવા માટે સ્કોલરશીપ આપવામાં આવે છે.
જ્ઞાન સાધના પરીક્ષા માટેની પાત્રતા.
- વિદ્યાર્થીએ ધોરણ 1 થી 8માં સળંગ અભ્યાસ પુર્ણ કરેલ હોય અથવા ચાલુ હોવો જોઈએ. RTI Act-2012 હેઠળ પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓએ પણ ધોરણ 1 થી 8માં સળંગ અભ્યાસ પુર્ણ કરેલ હોવો જોઈએ.
- RTI Act-2012 ની કલમ 12 (1) C હેઠળ વિદ્યાર્થીના વાલીની આવક શહેરી વિસ્તાર માટે ₹ 1,50,000/- અને ગ્રામ્ય વિસ્તાર માટે ₹ 1,20,000/- થી ઓછી હોવી જોઈએ.
કસોટી માટેની ફી નું ધોરણ.
- વિદ્યાર્થીઓને આ પરીક્ષાના ઓનલાઈન ફોર્મ ભરવા કોઈપણ જાતની ફી ચુકવવાની હોતી નથી.
જ્ઞાન સાધના કસોટી હેઠળ કેટલી સ્કોરલરશીપ મળશે?
આ યોજના હેઠળ વિદ્યાર્થીના બેંક એકાઉન્ટમાં સીધી જ DBT દ્વારા સહાય ચુકવામાં આવે છે. જે નીચે મુજબ છે.
💸ધોરણ 9 થી 10 ના માટે ₹ 20,000/- વાર્ષિક
💸ધોરણ 11 થી 12 ના માટે ₹ 20,000/- વાર્ષિક
જ્ઞાન સાધના કસોટી માટેનો અભ્યાસક્રમ.
જ્ઞાન સાધના કસોટી માટેનો અભ્યાસક્રમ ધોરણ-8 ના વિષયવસ્તુ આધારિત તૈયાર કરવામાં આવે છે. જેના વિષયો નીચે મુજબ છે.
✔પરિક્ષાનો વિષયમા ર્કસવિષયવાઈઝ ગુણ ભારાંક
- MAT બૌધ્ધિક યોગ્યતા કસોટી 40 આ પશ્નોમાં સાદ્રશ્ય (Analogy), વર્ગીકરણ (Classification), સંખ્યાત્મક ક્ષેણી (Numerical Series), પેટર્ન (Pattern), છુપાયેલી આકૃતિ (Hidden Figure) પ્રકારના રિઝનીંગ પ્રશ્નો જેવા રહેશે
✔SAT શૈક્ષણિક યોગ્યતા કસોટી 80
- ધોરણ-8 ના અભ્યાસક્રમ પર આધારિત રહેશે. જેમાં 80 પ્રશ્નોમાં ગણિત 20 માર્કસ, વિજ્ઞાન 20 માર્કસ, અંગ્રેજી 10 માર્કસ, ગુજરાતી 10 માર્કસ અને હિન્દી 05 માર્કસનું રહેશે.
✔જ્ઞાન સાધના કસોટીનું માળખુ.
💥Gyan Sadhana Scholarship 2025 પરીક્ષા બહુ વિકલ્પીક અને હેતુલક્ષી (MCQ) પ્રકાર ની હોય છે.
💥પરીક્ષા 120 માર્કસની અને સમય 150 મિનિટનો હોય છે. પ્રક્ષાચક્ષુ વિદ્યાર્થીઓને વધારાની 30 મિનિટ મળશે.
💥પરીક્ષાનું માધ્યમ ગુજરાતી/અગ્રેજી પ્રકારનું રહેશે.
💥પરીક્ષામાં નીચે મુજબ ગુણભાર અને વિષય રહેશે.
પરીક્ષાનો પ્રકાર |
પ્રશ્નોની સંખ્યા |
માર્કસ |
સમય |
(1) MAT બૌધ્ધિક યોગ્યતા કસોટી |
40 |
40 |
150 મિનિટ |
(2) SAT શૈક્ષણિક યોગ્યતા કસોટી. |
80 |
80 |
|
જ્ઞાન સાધના સ્કોલરશીપ પસંદગી પ્રક્રિયા
💬ગુજરાત રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા ફાળવામાં આવેલ કેન્દ્ર પર વિદ્યાર્થીએ સ્વ ખર્ચે પરીક્ષા આપવા જવાનું રહેશે.
💬પરીક્ષા બાદ કસોટીનું પરિણામ રાજય પરીક્ષા બોર્ડની વેબસાઈટ sebexam.org પર મુકવામાં આવશે. જેમાં કટ ઓફ કરતા વધુ ગુણ મેળવનાર વિદ્યાર્થીઓની યાદી પ્રસિદ્ધ કરવામાં આવશે.
💬ત્યાર બાદ સુચના મુજબ વિદ્યાર્થીઓના દરસ્તાવેજોની ખરાઈ જિલ્લા શિક્ષણ નિયામકશ્રીની કચેરી મારફતે કરવામાં આવશે.
💬ડોક્યુમેન્ટની ચકાસણી થયા બાદ Gyan Sadhana Scholarship 2025 નું મેરીટ લીસ્ટ જાહેર કરવામાં આવે છે.
Gyan Sadhana Scholarship ઓનલાઈન અરજીની પ્રક્રિયા. | How to Apply Gyan Sadhana Scholarship Yojana.
👀ગુજરાત રાજ્ય પરીક્ષા બોર્ડની જાહેરાત થયેથી ઓફિસીયલ વેબસાઈટ www.schoolattendancegujarat.in પર ઓનલાઈન અરજી કરવાની રહેશે. જે અંગે નીચે સ્ટેપ બાય સ્ટેપ માહિતી આપવામાં આવેલ છે.
👀વિદ્યાર્થીએ સૌ પ્રથમ www.schoolattendancegujarat.in ટાઈપ કરીને ઓનલાઈન વેબસાઈટ પેજ પર જવાનું રહેશે.
👀ત્યાર બાદ શાળાના ડાયસ કોડથી લોગીન કરવું.
👀ત્યાર બાદ શાળાના કોઈપણ શિક્ષકના ટીચર કોડ નાંખીને આગળ ફોર્મ ભરવાની પ્રોસેસ કરી શકાશે.
👀ઓનલાઈન ફોર્મ ફક્ત શાળાના માધ્યમથી જ ભરી શકાશે. વિદ્યાર્થીઓ જાતે ઓનલાઈન ફોર્મ ભરી શકશે નહી.
👀શાળામાંથી ઓનલાઈન ફોર્મ ભરાયા બાદ ઓનલાઈન અરજીની પ્રિન્ટ કાઢી લેવાની રહેશે.
👀ઓનલાઈન અરજી બાદ વિદ્યાર્થીએ sebexam.org વબસાઈટ ચેક કરતું રહેવાનું રહેશે. જેના પર વિદ્યાર્થીની પરીક્ષાની હોલ ટીકીટ તથા અન્ય જરૂરી સુચનાઓ અપડેટ કરવામાં આવે છે.
👀ગુજરાત પરીક્ષા બોર્ડ દ્વારા જ્યારે પણ Gyan Sadhana Scholarship પરીક્ષાનું આયોજન કરવામાં આવશે. ત્યારે આપના રજીસ્ટ્રર્ડ મોબાઈલ નંબર પર M.S દ્વારા હોલ ટીકીટ ડાઉનલોડ ની જાણ કરવામાં આવશે.
HALL TICKET AVELEBAL
Gyan Sadh Hana Scholarship 2025 HALL TICKET 🎫? |
|
Gyan Sadh Hana Scholarship 2025EXAM RESULT LINK 🔗 |
👉NOT AVELEBAL |
Official Website |
પ્રોવિઝન ans કી
https://drive.google.com/file/d/1cTsGmOU-zSDXLXPI2r7JUkmvgNGY5MfA/view?usp=drivesdk
Conclusion
- પ્રાથમિક કક્ષાનું શિક્ષણ પુરુ કર્યા બાદ તેજસ્વી વિદ્યાર્થીઓને માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક શિક્ષણમાં મદદ રૂપ થવા પ્રોત્સાહક સહાય રૂપે મુખ્યમંત્રી જ્ઞાન સાધના સ્કોલરશીપ યોજના અમલમાં મુકવામાં આવેલ છે. Gyan Sadhana Scholarship 2025 માટે વિદ્યાર્થીએ શાળામાંથી ઓનલાઈન અરજી કરાવવાની રહેશે. ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ 06/03/2025 છે.
FAQ ❓વારંવાર પુછાતા પ્રશ્નો.
(1) Gyan Sadhana Scholarship Form કેવી રીતે ભરવાનું હોય છે.
- Gyan Sadhana Scholarship Form ફક્ત ઓનલાઈન ભરવાનું હોય છે. જે શાળામાંથી ભરી શકાશે. ઓફલાઈન ફોર્મ સ્વીકાર્ય નથી.
(2) જ્ઞાન સાધના સ્કોલરશીપ યોજના હેઠળ કયા વિદ્યાર્થીઓ પરીક્ષા આપી શકશે?
- જે વિદ્યાર્થીઓને ધોરણ 8 નો અભ્યાસ પુર્ણ કરેલ હોય અથવા ધોરણ 8 નો અભ્યાસ ચાલુ હોય તે વિદ્યાર્થીઓ જાહેરાત થયે પરીક્ષા આપી શકશે.
(3) Gyan Sadhana Scholarship 2025 હેઠળ સ્કોલરશીપ ક્યારે બંધ થાય?
- વિદ્યાર્થી 9 થી 12 ધોરણમાં અભ્યાસ દરમ્યાન નાપાસ થાય કે વિદ્યાર્થી ભણવાનું છોડી દે છે. તો સ્કોલરશીપ આપવાનું બંધ થાય છે.
(4) ધોરણ 8 બાદ વિદ્યાર્થીઓને સરકારી સ્કૂલમાં પ્રવેશ લેવો ફરજિયાત છે કે મરજિયાત?
- ધોરણ 8 બાદ વિદ્યાર્થીઓને સરકારી સ્કૂલમાં પ્રવેશ લેવો મરજિયાત છે. જો વિદ્યાર્થી જ્ઞાન સાધના સ્કોલરશીપ યોજના હેઠળ શિષ્યવૃત્તિ માટેની પરીક્ષા પાસ કરી હશે તો સહાય તો મળશે.
0 Comments