Gujrat live news :મુખ્ય શિક્ષક (HTAT) શૈક્ષિક મહાસંઘનું સફળ સોશ્યલ મીડિયા આંદોલન:RSM

 Gujrat live news :મુખ્ય શિક્ષક (HTAT) શૈક્ષિક મહાસંઘનું સફળ સોશ્યલ મીડિયા આંદોલન:RSM 

Gujrat live news :

પ્રેસનોટ

મુખ્ય શિક્ષક (HTAT) શૈક્ષિક મહાસંઘનું સફળ સોશ્યલ મીડિયા આંદોલન

HTAT મુખ્ય શિક્ષકોના જિલ્લા ફેર બદલી કેમ્પની તારીખ જાહેર કરવામાં આવી

ગુજરાત રાજ્યની પ્રાથમિક શાળાઓમાં આર.ટી.ઈ.2010 ની જોગવાઈ મુજબ મુખ્ય શિક્ષક (HTAT) ની જોગવાઈ કરી પ્રથમ ભરતી 2012 માં કરવામાં આવી. HTAT મુખ્ય શિક્ષકોનું કોઈ માન્ય સંગઠન અસ્તિત્વમાં ન હતું.તેના પ્રશ્નો રજૂ કરવાનું કોઈ યોગ્ય પ્લેટફોર્મ ન હોવાના કારણે અસરકારક રજૂઆત ન થવાથી  વર્ષો પછી પણ બદલીના નિયમો બન્યા ન હતા.

વર્ષ 2019 માં અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘને રાજ્ય સરકાર અને શિક્ષણ વિભાગ ની માન્યતા મળતાં જ અને બંધારણની જોગવાઈમાં HTAT મુખ્ય શિક્ષકોને સભ્ય બનાવવાની જોગવાઈ કરતા સૌ પ્રથમ માન્ય સંગઠન અસ્તિત્વમાં આવ્યું.

HTAT મુખ્ય શિક્ષકોનો અલગ સંવર્ગ અસ્તિત્વમાં આવ્યો.

તેના પ્રશ્નો રજૂ કરવામાં આવ્યા.

મુખ્ય શિક્ષક HTAT ના બદલીના નિયમો બનાવવામાં અને તેનો ઠરાવ બહાર પડાવવામાં પણ અગ્ર ભૂમિકા ભજવી.અંતે ગત તા.20/07/2024 ના રોજ ઠરાવ બહાર પાડ્યો.

સોશ્યલ મીડિયા image સંકલન :







ત્યારબાદ ડભોડા ખાતે માનનીય મુખ્યમંત્રીશ્રી તથા બંને શિક્ષણમંત્રીશ્રીઓની ઉપસ્થિતિમાં અભિવાદન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં સમગ્ર રાજ્યમાંથી મોટી સંખ્યામાં HTAT બંધુ ભગિનીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

સૌ પ્રથમ તાલુકા/જિલ્લાના આંતરિક ફેર બદલીના કેમ્પ થયા.રાજ્યના ઘણાં મુખ્ય શિક્ષકોએ તેનો લાભ લીધો.

હવે બાકી હતો જિલ્લા અને અરસ પરસ ફેર બદલીનો કાર્યક્રમ જાહેર કરવાનો.

તેના માટે HTAT સંવર્ગના અધિકારીશ્રીઓને ગુજરાત પ્રાંત ટીમનો ખૂબ જ સહકાર મળી રહ્યો હતો.

અનેક લેખિત રજૂઆતો અને રૂબરૂ મુલાકાતો છતાં કાર્યક્રમ જાહેર ન થતા ગત તા.24 માર્ચના રોજ બલરામ ભવન ગાંધીનગર ખાતે htat સંવર્ગની બેઠકમાં થયેલ નિર્ણય મુજબ તા.26 માર્ચના રોજ સોશ્યલ મીડિયામાં જિલ્લા અને અરસ પરસ ફેર બદલીની માંગણીની પોસ્ટ મુકી આંદોલન ચલાવવાનો નિર્ણય કરવામાં આવ્યો.તેમ છતાં નિર્ણય ન આવે તો તા.29 માર્ચ ના રોજ દરેક જિલ્લા કક્ષાએ માનનીય મુખ્યમંત્રીશ્રીને સંબોધીને કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવાનો કાર્યક્રમ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો.

તા.26 ના રોજ સોશ્યલ મીડિયા આંદોલનમાં રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના htat સિવાયના તમામ આઠ સંવર્ગના શિક્ષક બંધુ ભગિનીઓ અને સામાન્ય લોકોનો પણ ખૂબ સારો સહકાર મળ્યો અને એક સફળ આંદોલન થયું.

સોશ્યલ મીડિયાના જુદા જુદા પ્લેટફોર્મ ઉપર આધારે 5 હજાર જેટલી પોસ્ટ મુકવામાં આવી.

જેના કારણે તા.28 ના રોજ રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના હોદ્દેદારોને માનનીય શિક્ષણ મંત્રી શ્રી ડૉ.કુબેરભાઈ ડિંડોર સાહેબ પોતાની ઓફિસમાં બોલાવી જિલ્લા ફેર બદલીના નિર્ણય કરવાનો પત્ર હાથમાં સોંપી ઉપસ્થિત સૌનું મોં મીઠું કરાવતા તા 

29 માર્ચનું કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવાનો કાર્યક્રમ રદ કરવામાં આવ્યો.

તા.29 માર્ચના રોજ જિલ્લા ફેર બદલીનું શેડ્યુલ જાહેર કરવામાં આવ્યું છે.જેનાથી બદલી કરાવવા આતુર HTAT મુખ્ય શિક્ષક બંધુ ભગિનીઓ માં આનંદની લહેર જોવા મળી છે.

Htat ની આ માંગણી સંતોષવા માટે જેમની હકારાત્મક ભૂમિકા રહી તેવા આપણાં રાજ્યના મૃદુ અને મક્કમ માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ,કેબિનેટ શિક્ષણમંત્રી શ્રી ડૉ.કુબેરભાઈ ડિંડોર સાહેબ,રાજ્ય કક્ષાના શિક્ષણમંત્રી શ્રી પ્રફુલભાઈ પાનસેરિયા સાહેબ,શિક્ષણ વિભાગના સચિવ શ્રી મુકેશકુમાર (IAS) સાહેબ,પ્રાથમિક શિક્ષણ નિયામક શ્રી એમ.આઈ. જોષી સાહેબ તથા કચેરીના અધિકારી સાહેબોનો આ તકે આભાર વ્યક્ત કરીએ છીએ.

આ સમગ્ર ઘટનાક્રમમાં સતત જેઓનો સહકાર મળ્યો તેવા અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાત પ્રાંત અધ્યક્ષ શ્રી મિતેશભાઈ ભટ્ટ,મહામંત્રી શ્રી પરેશભાઈ પટેલ,સંગઠન મંત્રી શ્રી સરદારસિંહ મછાર,અતિરિક્ત મહામંત્રી શ્રી પરેશભાઈ પટેલ,પ્રાથમિક સંવર્ગના પ્રાંત અધ્યક્ષ શ્રી અનિરુધ્ધસિંહ સોલંકી, મહિલા ઉપાધ્યક્ષ અને રાષ્ટ્રીય અધિકારી શ્રી પલ્લવીબેન પટેલ, કોષાધ્યક્ષ શ્રી ચિરાગભાઈ પટેલ નો સમાવેશ થાય છે.

તેમજ htat સંવર્ગના અધ્યક્ષ શ્રી નાથુભાઈ ધોયા, મહામંત્રી ડૉ.હરેશ રાજ્યગુરુ એ તમામ બાબતોનું સંકલન કર્યું હતું.


Post a Comment

0 Comments