પરિક્ષા કાર્યક્રમ // PARIXA AAYOJN FAIL 2025 7 એપ્રિલથી શરૂ થશે ધોરણ 3 થી 8 ની પરીક્ષા ; gcert એ જાહેર કર્યો વાર્ષિક પરિક્ષાનો કાર્યક્રમ 2025 માટે, જુઓ ટાઇમ ટેબલ
7 એપ્રિલથી શરૂ થશે ધોરણ 3 થી 8 ની પરીક્ષા ; gcert એ જાહેર કર્યો વાર્ષિક પરિક્ષાનો કાર્યક્રમ 2025 માટે, જુઓ ટાઇમ ટેબલ
- GCERT ગાંધીનગર દ્વારા વર્ષ 2025 માટે ધોરણ 3 થી 8 ની દ્વિતીય સત્રાંત લેખિત કસોટી (વાર્ષિક પરિક્ષા) નો કાર્યક્રમ ઓફિશિયલી પરિપત્રથી જાહેર કરવામાં આવ્યો છે. જે મુજબ આગામી 7 એપ્રિલથી લેખિત પરિક્ષા ચાલુ થશે...
💬વાર્ષિક પરિક્ષા 2025 ના પરિપત્રની વિગત... ધોરણ 3 થી 8
ક્રમાંક : જીસીઈઆરટી/સીએન્ડઈ/2025/4596-4680 ગુજરાત રીક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ, 'વિદ્યાભવન', સેક્ટર-૧૨, ગાંધીનગર. ફોન: (079) 23256808-39 નિયામક: (079) 23256808 સચિવ: (079) 23256813 Email: director-goert@gujarat.gov.in Web: www.gcert.gujarat.gov.in તારીખ: 17 FEB 2025 પ્રતિ, જિલ્લા શિક્ષણાધિકારીશ્રી, તમામ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી, તમામ શાસનાધિકારીશ્રી, તમામ
|
💬પ્રાથમિક શાળાઓમાં ધોરણ ૩ થી ૮ દ્વિતીય સત્રાંત પરીક્ષા બાબત.
સંદર્ભઃ
(૧) શિક્ષણવિભાગના સુધારા ઠરાવક્રમાંક: બમશ/૧૧૨૦/૧૪૨/છ તા.૦૯/૦૯/૨૦૨૨
(૨) શિક્ષણવિભાગ પરિપત્ર ક્રમાંક: પીઆરઈ/૧૧૨૦૨૩/સી...-૦૧/ક તા.૨૩/૦૨/૨૩
(૩) પત્રક્રમાંક: જીસીઈઆરટી/ સીએન્ડઈ/ ૨૦૨૪/૧૬૫૧૧-૮૪ ૦૩/૦૮/૨૦૨૪
ઉપરોક્ત વિષય અને સંદર્ભ અન્વયે જણાવવાનું કે રાજ્યની તમામ માધ્યમની સરકારી, ગ્રાન્ટેડ અને સ્વનિર્ભર પ્રાથમિક શાળાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના મૂલ્યાંકન સબબ દ્વિતીય સત્રાંત પરીક્ષા તા.૦૭/૦૪/૨૦૨૫ થી ૨/૦૪/૨૦૨૫ દરમિયાન યોજવાની રહેશે. સમગ્ર રાજ્યમાં એકસૂત્રતા રહે તે માટેનું સમાન સમયપત્રક આ સાથે (પરિશિષ્ટ- અ) સામેલ છે. સદર પરીક્ષા માટે નીચેની સૂચનાઓ ધ્યાને લેવાની રહેશે અને તે મુજબ સંબંધિત જિલ્લા/કોર્પોરેશન/નગરપાલિકા શિક્ષણ સમિતિઓ દ્વારા કામગીરી થાય તે સુનિશ્ચિત કરવાનું રહેશે.
💬દ્વિતીય સત્રાંત પરીક્ષા સુનિશ્ચિત
1) ધોરણ ૩ થી ૮ની દ્વિતીય સત્રાંત પરીક્ષા માટે ધોરણવાર અને વિષયવાર પરિરૂપ રાજ્યકક્ષાએથી તૈયાર કરી તમામ જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન (ડાયેટ)ને આપવામાં આવેલ છે. આ નિયત પરિરૂપ મુજબ ડાયેટ દ્વારા કસોટી પત્રો તૈયાર કરી સંબંધિત જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી/શાસનાધિકારીશ્રીને સોંપવામાં આવશે.
2) સદર પરીક્ષામાં ધોરણ ૩ થી ૮ના વિવિધ વિષયોમાં જીસીઈઆરટી વેબસાઈટ પર ઉપલબ્ધ શૈક્ષણિક આયોજન (૨૦૨૪-૨૫) અનુસાર નવેમ્બરથી માર્ચ મહિના સુધીનો અભ્યાસક્રમ ધ્યાને લેવામાં આવશે.
3) સ્વનિર્ભર પ્રાથમિક શાળાઓએ ગુજરાતી (પ્રથમભાષા), ગણિત, વિજ્ઞાન, સામાજિક વિજ્ઞાન અને પર્યાવરણ વિષયના કસોટીપત્રો રાજ્યકક્ષાએથી આપવામાં આવેલ માળખા (પરિરૂપ) મુજબ શાળાકક્ષાએ તૈયાર કરવાના રહેશે તેમજ સમાન સમયપત્રક મુજબ પરીક્ષા યોજવાની રહેશે. બાકીના વિષયોની કસોટી સ્વનિર્ભર પ્રાથમિક શાળાઓએ નિયત માળખા (પરિરૂપ)ના આધારે શાળા કક્ષાએથી પોતે નિયત કરેલ સમયપત્રક મુજબ યોજી શકશે.
4) સરકારી તેમજ ગ્રાન્ટેડ પ્રાથમિક શાળાઓએ તમામ વિષયોના સમાન કસોટીપત્રો સમાન સમયપત્રકના આધારે અમલી કરવાના રહેશે.
5) ગ્રાન્ટેડ શાળાઓએ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી/શાસનાધિકારીશ્રીને કસોટીપત્રો માટે નિયત રકમ ચૂકવવાની રહેશે.
6) સ્વનિર્ભર શાળાઓ ઈચ્છે તો તમામ પ્રશ્નપત્રો જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી/શાસનાધિકારીશ્રી પાસેથી મેળવીને પોતાની શાળામાં ઉપયોગ કરી શકશે. આ માટે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી/શાસનાધિકારીશ્રીને નિયત કરેલ રકમ જે તે સ્વનિર્ભર સંસ્થાએ ચૂકવવાની રહેશે.
7) જે શાળાઓમાં પાળી પદ્ધતિ અમલમાં હોય તે શાળાઓમાં પણ તમામ ધોરણની તમામ વિષયોની પરીક્ષા આપેલ સમયપત્રક મુજબ જ યોજવાની રહેશે.
8) પરીક્ષા સમયપત્રકમાં દર્શાવેલ તારીખોમાં જો કોઈ જિલ્લા દ્વારા સ્થાનિક રજા જાહેર કરેલ હોય તો તે રજા રદ કરી સમયપત્રક અનુસાર પરીક્ષા યોજવાની રહેશે.
9) જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવનો દ્વારા તૈયાર કરવામાં આવેલ કસોટીપત્રોના છાપકામ, પેપરના પૂફ, ભાષાશુદ્ધિની જવાબદારી જિલ્લા પ્રાથમિક શિક્ષણ સમિતિ તેમજ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની રહેશે.
10) ધોરણ ૩ અને ૪ના વિદ્યાર્થીઓએ કસોટીપત્રમાં ઉત્તરો લખવાના રહેશે. ધોરણ ૫ થી ૮ના વિદ્યાર્થીઓએ અલગ ઉત્તરવહીમાં ઉત્તરો લખવાના રહેશે.
11) ચાલુ વર્ષ ૨૦૨૪-૨૫થી પ્રથમ અને દ્વિતીય સત્રાંત પરીક્ષામાં ધોરણ-૩ અને ધોરણ-૪ માં અંગ્રેજી વિષયનો સમાવેશ કરવામાં આવેલ છે. તેનું મૂલ્યાંકન માળખુ અન્ય વિષયની જેમ વાર્ષિક ૨૦૦ ગુણનું રહેશે જેના આધારે પત્રક-A, પત્રક-C (પરિણામપત્રક), પત્રક - F (પ્રોગ્રેસકાર્ડ) અને પત્રક- E (સંગૃહિત વિકાસ પત્રક) માં મૂલ્યાંકનમાં તેનો સમાવેશ કરવાનો રહેશે.
12) સામાજિક વિજ્ઞાન, પર્યાવરણ વિષયમાં નક્શાઓ અને ગણિત વિષયમાં આલેખપત્રની જરૂરી વ્યવસ્થા જિલ્લા પ્રાથમિક શિક્ષણ સમિતિ તેમજ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિએ કસોટીપત્રોની સાથે જ કરવાની રહેશે.
13) સત્રાંત પરીક્ષા અંતર્ગત ઉત્તરવહીઓની ચકાસણી જે-તે શાળા કક્ષાએ જ કરાવવાની રહેશે.
14) પરીક્ષાના પરિણામની ઓનલાઈન ડેટાએન્ટ્રી અંગે વિગતવાર સૂચના સમગ્ર શિક્ષા, સ્ટેટ પ્રોજેક્ટ ઓફિસ, ગાંધીનગર મારફતે અલગથી આપવામાં આવશે. તે અનુસાર સમયમર્યાદામાં કામગીરી પૂર્ણ કરવાની રહેશે.
15) સદર પરીક્ષાના સુચારુ અમલીકરણ માટે પરીક્ષા દરમિયાન મોનીટરીંગ સ્ટાફ( CRC-BRC કો-ઓર્ડિનેટર, BRP, કેળવણી નિરીક્ષક, TPEO, SSA જિલ્લા કો-ઓર્ડિનેટર, DIET લેક્ચરર વગેરે) દ્વારા સઘન મોનીટરીંગ કરાવવાનું રહેશે.
16) સંદર્ભપત્ર-૨ અન્વયે દરેક સરકારી, ગ્રાન્ટેડ અને સ્વનિર્ભર પ્રાથમિક શાળાઓએ તારીખ ૨૧/૦૯/૨૦૧૯ના જાહેરનામાં ક્રમ: GH/SH/83/PRE/122019 નો અમલ ફરજિયાત રીતે કરવાનો રહેશે અને તે મુજબ ધોરણ-૫ અને ધોરણ-૮ના બાળકોને પરીક્ષાના અંતે ઉપલા ધોરણમાં લઈ જવા અંગે કાર્યવાહી કરવાની રહેશે, જેનું દરેક શાળાએ ચુસ્ત રીતે પાલન કરવાનું રહેશે.
17) શાળાકીય સર્વગ્રાહી મૂલ્યાંકનના પ્રવર્તમાન માળખા મુજબ ધોરણ ૫ અને ધોરણ-૮માં E ગ્રેડ મેળવનાર વિદ્યાર્થીઓનું બે માસના સમયગાળામાં ઉપચારાત્મક શિક્ષણ કર્યા બાદ શાળા કક્ષાએ પુનઃ કસોટી યોજવાની રહેશે. પુનઃકસોટીમાં જે વિદ્યાર્થીઓ પોતાના ગ્રેડમાં અપેક્ષિત સુધારો કરી શકે તે વિદ્યાર્થીઓને જ વર્ગબઢતી આપવાની રહેશે. ધોરણ- ૫ અને ધોરણ-૮ સિવાયના અન્ય ધોરણમાં (બાલવાટિકા સહિત) વિદ્યાર્થીને રોકી શકાશે નહિ
18) સમાવેશી શિક્ષણ અંતર્ગત પરીક્ષા પત્રક્રમાંક: જીસીઈઆરટી/સીએન્ડઈ/2025/983-1128 09/01/2025 અન્વયે દિવ્યાંગ વિદ્યાર્થીઓ માટે આપેલ સૂચનાઓને ધ્યાને લેવાની રહેશે.
19) પરીક્ષા અંગેની વખતોવખતની સૂચનાઓને ધ્યાને લેવાની રહેશે. પરીક્ષા અંગેની સમગ્ર પ્રક્રિયા દરમિયાન ગોપનીયતાની ગંભીર તકેદારી રાખવાની રહેશે.
પરીક્ષા આયોજન ફાઈલ
💬દ્વિતીય સત્રાંત પરીક્ષા કાર્યક્રમ 2025
❓વાર્ષિક પરિક્ષા 2025 Exam FAQ
- The exams are conducted by the Gujarat State Board of School Textbooks (GSSTB) and follow the State Board syllabus. GSEART
- Primary school exams in Gujarat typically refer to classes 1-8. GCEART
- The exams are conducted in a pen-and-paper format, with multiple-choice questions and descriptive answers.
- Please check the official GSSTB website for updates.
- The syllabus is prescribed by the GSSTB and covers subjects like Gujarati, Hindi, English, Maths, Science, and Social Science.
- Please check the official GSSTB website for updates.
- Admit cards can be downloaded from the official GSSTB website.
- Results can be checked on the official GSSTB website.
- Recommended study materials include NCERT textbooks, GSSTB study materials, and online resources.
- Students can prepare by regularly studying, practicing with sample papers, and seeking guidance from teachers.
- Please check the official GSSTB website for the exam schedule.
- You can contact the GSSTB through their official website or phone numbers.
0 Comments