GUJCET Exam Date Announced// DOWNLOD ADMIT CARD GUJCATE 2025
GUJCET 2025: ગુજરાત સરકારના શિક્ષણ વિભાગના 19 નવેમ્બર 2016ના ઠરાવ અનુસાર, ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓ માટે 2017 થી ગુજકેટ (GUJCET) પરીક્ષા ફરજીયાત કરી દેવામાં આવી છે. આ પરીક્ષા એન્જિનિયરિંગ અને ફાર્મસી ડિગ્રી/ડિપ્લોમા અભ્યાસક્રમોમાં પ્રવેશ માટે યોજાય છે. વર્ષ 2025 માટે, રાજ્યમાં વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓ માટે ગુજકેટની પરીક્ષા 23 માર્ચ 2025ના રોજ રવિવારના દિવસે સવારે 10:00 થી બપોરે 4:00 કલાકે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા યોજવામાં આવશે. આ પરીક્ષા રાજ્યના વિવિધ જિલ્લા કક્ષાના કેન્દ્રો પર લેવામાં આવશે.
- GUJCET 2025: ગુજરાત સરકારના શિક્ષણ વિભાગના 19 નવેમ્બર 2016ના ઠરાવ અનુસાર, ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓ માટે 2017 થી ગુજકેટ (GUJCET) પરીક્ષા ફરજીયાત
GUJCET 2025
✅ગુજકેટ પરીક્ષાની તારીખ અને માળખું જાહેર થઈ ગયું
✅23 માર્ચને રવિવારથી શરૂ થશે ગુજકેટની પરીક્ષા
✅10-00 કલાકથી બપોરના 16-00 કલાક દરમિયાન પરીક્ષા યોજાશે
ગુજકેટ પરીક્ષા 2025ના આયોજન અંગે મહત્વપૂર્ણ વિગતો
- ગુજકેટ 2025 માટે, ગુજરાતમાં ધોરણ 12ના વિજ્ઞાન પ્રવાહમાં NCERTના પાઠ્યપુસ્તકોના આધારે ભૌતિકવિજ્ઞાન, રસાયણવિજ્ઞાન, જીવવિજ્ઞાન અને ગણિત વિષયોમાં અભ્યાસ કરવામાં આવી રહ્યો છે. આ અભ્યાસક્રમ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા અમલમાં છે અને GUJCET 2025 માટે આ અભ્યાસક્રમ જ લાગુ રહેશે. નોંધનીય છે કે, મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ આ પરીક્ષાની તૈયારીઓ કરી રહ્યાં છે. તેમના માટે આ ખુશીના સમાચાર છે.
GUJCET 2025 :: એન્જિનિયરિંગ અને ફાર્મસી ક્ષેત્રે કારકિર્દી શરૂ કરવાની મહત્વપૂર્ણ તક
- ગુજકેટની પરીક્ષામાં ટોપર અથવા શ્રેષ્ઠ રેજિસ્ટ્રેશન કરનાર ઉમેદવારને શ્રેષ્ઠ કોલેજોમાં પ્રવેશ મેળવવા માટે મહત્વપૂર્ણ તક મળશે. પરંતુ, શ્રેષ્ઠ પરિણામો મેળવવા માટે વિદ્યાર્થીઓએ યોગ્ય તૈયારી અને અભ્યાસ પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. GUJCET 2025 એ વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓ માટે એન્જિનિયરિંગ અને ફાર્મસી ક્ષેત્રે પોતાની કારકિર્દી શરૂ કરવાની મહત્વપૂર્ણ તક છે. આ પરીક્ષાના આયોજન અને અભ્યાસક્રમની વિગતો વિશે પૂર્વ તૈયારી રાખવી જોઈએ, જેથી શ્રેષ્ઠ પરિણામ મેળવીને તેમના સ્વપ્નને સાકાર કરી શકે.
0 Comments