Breking Alert Havaman :ગુજરાતમાં હજુ પણ આગામી ત્રણ દિવસ કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે.

  

Breking Alert Havaman :ગુજરાતમાં હજુ પણ આગામી ત્રણ દિવસ કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. 

ગુજરાત માં આગામી દિવસોમાં પરેશભાઈ ગોસ્વામી અને અંબાલાલકાકા યે વરસાદ ની ભારે આગાહી કરી છે. અહીંયા આપણે આગામી વરસાદ અને ચોમાસા ની વાત કરીશું. કેટલાંક જિલ્લા માં ખાસસ કરી ને ભારે વરસાદ ની આગાહી કરવામાં આવી છે. 

ગુજરાત માટે આગામી ત્રણ કલાક ખુબ જ ભારેa આ 10 જિલ્લામાં કડાકા ભડાકા સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે.

હવામાન વિભાગે આગામી ત્રણ કલાક માટે જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વાવાઝોડા અની વીજળી સાથે ભારે વરસાદની સંભાવના છે. રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, ગીર સોમનાથ, બોટાદ, દીવ અને કચ્છમાં વરસાદની શક્યતા છે.

હવામાનને લઈને એક મોટી અપડેટ આવી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આ વખતે ચોમાસુ કેરળ કિનારે સમય કરતાં પાંચ દિવસ વહેલું પહોંચી શકે છે. ચોમાસુ 27 મે ના રોજ આવવાની ધારણા છે. સામાન્ય રીતે, ચોમાસુ 1 જૂને કેરળ કિનારે પહોંચે છે.  IMD ના ડેટા અનુસાર, જો અપેક્ષા મુજબ ચોમાસુ કેરળમાં પહોંચે છે, તો તે 2009 પછી ભારતીય મુખ્ય ભૂમિ પર ચોમાસાનું સૌથી પહેલું આગમન હશે. ત્યારબાદ 23 મેના રોજ ચોમાસુ આવ્યું હતું

સામાન્ય રીતે, દક્ષિણપશ્ચિમ ચોમાસુ 1 જૂન સુધીમાં કેરળમાં આવે છે અને 8 જુલાઈ સુધીમાં સમગ્ર દેશને આવરી લે છે. તે 17 સપ્ટેમ્બરની આસપાસ ઉત્તરપશ્ચિમ ભારતમાંથી પીછેહઠ કરવાનું શરૂ કરે છે અને 15 ઓક્ટોબર સુધીમાં સંપૂર્ણપણે પીછેહઠ કરે છે. IMD એ એપ્રિલમાં 2025 ચોમાસા માટે સામાન્યથી વધુ કુલ વરસાદની આગાહી કરી હતી અને અલ નીનો સ્થિતિઓની શક્યતાને નકારી કાઢી હતી, જે ભારતીય ઉપખંડમાં સામાન્યથી ઓછા વરસાદ સાથે સંકળાયેલી છે

પૃથ્વી વિજ્ઞાન મંત્રાલયના સચિવ એમ રવિચંદ્રને કહ્યું હતું કે, ભારતમાં ચાર મહિનાના ચોમાસા (જૂનથી સપ્ટેમ્બર) દરમિયાન સામાન્ય કરતાં વધુ વરસાદ પડવાની શક્યતા છે. આ વખતે ચોમાસા પહેલાની ઘણી પ્રવૃત્તિ પણ જોવા મળી રહી છે. છેલ્લા એક મહિનાથી દેશના મોટા ભાગોમાં ભારે પવન અને વરસાદી ગતિવિધિઓ ચાલુ છે.

શનિવારે પણ રાજધાની દિલ્હીમાં વરસાદ બાદ હવામાન ઠંડુ થઈ ગયું હતું. છેલ્લા પાંચ દિવસમાં ઉત્તર પ્રદેશ, બિહાર, હરિયાણા અને પંજાબના વિવિધ વિસ્તારોમાં વરસાદ પડ્યો છે. પશ્ચિમી વિક્ષેપ અને અન્ય કારણોસર ઉત્તર ભારતમાં વરસાદને કારણે, ગરમીનું મોજું અત્યાર સુધી ખૂબ તીવ્ર રહ્યું નથી. તે જ સમયે, ગરમી વધવાની શક્યતા વચ્ચે, ચોમાસાના વહેલા આગમનના સમાચાર પણ રાહત આપનારા છે.    

અંબાલાલ પટેલે 13 મે સુધી ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી કરી છે. તો પરેશ ગોસ્વામીએ 14 થી 18 મે દરમિયાન કમોસમી માવઠાની આગાહી કરી છે. આગાહી મુજબ, 10મી તારીખે રાજ્યના તમામ જિલ્લામાં અમુક સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી આપવામાં આવી છે. આગાહી મુજબ, 11મી તારીખે રાજ્યના તમામ જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી આપવામાં આવી છે. 

12મી તારીખે સાબરકાંઠા, અરવલ્લી, ખેડા, આણંદ, પંચમહાલ, દાહોદ, મહિસાગર, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી અને દમણ, દાદરા નગર હવેલીમાં સૌરાષ્ટ્ર-કચ્છના જિલ્લાઓ રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદમાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી આપવામાં આવી છે. આ ઉપરાંતના જિલ્લાઓમાં કોઈ ચેતવણી આપવામાં આવી નથી. 

આગાહી મુજબ, 13મી તારીખે ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, ભaરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડમાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી આપવામાં આવી છે. પરેશ ગોસ્વામીએ વરસાદનો વરતારો કાઢતા કહ્યું કે, મે મહિનામાં બે થી ત્રણ વખત પ્રી-મોન્સૂન એકિટવિટી જોવા મળી શકે છે.  

જેમાં ખાસ કરીને 14 થી 18મી મે વચ્ચેના ચાર દિવસનો સમય પ્રી-મોન્સૂન એક્ટિવિટીનો પ્રથમ તબક્કો હશે. જે બાદ 25મી મેથી રોહિણી નક્ષત્ર ચાલુ થાય, ત્યારે પ્રી-મોન્સૂન એક્ટિવિટીનો બીજો તબક્કો આવતો હોય છે. જેમાં સાર્વત્રિક નહીં, પરંતુ કેટલાક ભાગોની અંદર છૂટોછવાયો વરસાદ રહેતો હોય છે.

Post a Comment

0 Comments