સરકારી કચેરીઓના કાર્યરત સમયમાં ફેરફાર થવાની શક્યતા, કર્મચારીઓએ પણ સરકાર સાથે કરી આ માંગણી
સરકારી કચેરીઓમાં સમય હાલ સવારે 10:30થી સાંજના 6:10 વાગ્યા સુધીનો છે. જોકે સરકાર હવે 9:30થી સાંજના 5:00 વાગ્યા સુધીનો સમય કરવાનું વિચારી રહી છે. બીજી તરફ કર્મચારીઓ દ્વારા એવી માંગ કરવામાં આવી છે કે, જો સમય બદલવો હોય તો સપ્તાહના પાંચ દિવસ કામના કરવામાં આવે.
🔛સરકારી કચેરીમાં જોબ ટાઈમીંગ બદલાવાની શક્યતા
ગુજરાત સરકારના વહીવટી સુધારણા વિભાગે તાજેતરમાં સરકારી કામગીરીમાં વધુ કાર્યક્ષમતા લાવવાના હેતુથી કચેરીનો સમય બદલવાનો પ્રસ્તાવ આપ્યો છે. હાલ રાજ્યની મોટાભાગની સરકારી કચેરીઓ સવારે 10:30થી સાંજે 6:10 સુધી કાર્યરત છે. પરંતુ નવા સૂચન અનુસાર સમય વહેલો કરી સવારે 9:30થી સાંજે 5:00 સુધી કરવાનો વિચાર છે. જોકે, કર્મચારી સંગઠનોએ આ સૂચન સામે વિરોધનું વલણ અપનાવી સરકારને સ્પષ્ટ સંદેશો આપ્યો છે કે – “અઠવાડિયામાં પાંચ દિવસની કામગીરી કરો તો જ સમય વહેલો કરો, નહીંતર અમે સહમત નથી.”
બીજી તરફ આ સમગ્ર મામલે કર્મચારી પ્રતિનિધિઓએ દલીલ કરી કે હાલમાં મોટાભાગના વિભાગોમાં કર્મચારીઓની ખાલી જગ્યાઓ ભરાઈ નથી. તેઓ દબાણભર્યા વાતાવરણમાં કામ કરી રહ્યા છે. બીજી તરફ, ઘણા કર્મીઓ શહેરી વિસ્તારોથી દૂર રહે છે અને રોજ સવારે લાંબી મુસફર કરી કચેરી પહોંચે છે. આવા કર્મીઓ માટે સમય વહેલો કરવો મુશ્કેલ બનશે.
🎯કર્મચારી સંગઠનો
કર્મચારી સંગઠનોએ વધુમાં જણાવ્યું કે, કેન્દ્ર સરકારની જેમ અઠવાડિયામાં પાંચ દિવસ કામ અને બે દિવસ રજા આપવી જોઈએ. તેમનું કહેવું છે કે જો સરકાર કાર્ય સમય વહેલો કરવા માટે ગંભીર છે તો પહેલાં અઠવાડિયાના કામના દિવસો પાંચ કરવાથી શરૂઆત થાય. તેમના મતે, ટેકનોલોજી અને ડિજિટલ માધ્યમોથી કાર્યક્ષમતા વધી રહી છે, એટલે સમય વધારે કરતાં કામનું ગુણવત્તર સુધારવું જરૂરી છે.
✅સરકાર તરફથી પ્રસ્તાવ આવ્યો છે કે સમય વહેલો કરવાથી દિવસના પ્રારંભે લોકોને ઝડપી સેવા મળશે અને કર્મચારીઓ પણ વહેલા ઘરે જઈ શકશે. પણ કર્મચારીઓનો અભિપ્રાય છે કે આવા નિર્ણયો એકતરફી ન લેવાના રહેવા જોઈએ અને તેમના ભવિષ્ય અને દૈનિક જીવન પર તેનો સીધો અસર થાય છે.
ઉલ્લેખનીય છે કે, કેટલાક કર્મચારીઓએ આ મુદ્દે ચિંતા વ્યક્ત કરી છે કે સમય વહેલો કરવાથી ટેક્નિકલ સુવિધાઓ – જેમ કે ટ્રાન્સપોર્ટ, કચેરીમાં વહેલી સવારથી કાર્ય શરૂ કરવા માટે જરૂરી ઈન્ફ્રાસ્ટ્રક્ચર – પણ જોઈએ. હવે પ્રશ્ન એ છે કે સરકાર શું કર્મચારી સંગઠનોના સૂચનોને ધ્યાને લેશે કે પછી એકતરફી અમલવારી કરશે? અગામી દિવસોમાં આ મુદ્દે ઉકેલ માટે વધુ મંત્રણા યોજાઈ શકે છે, પણ હાલ માટે સરકાર અને કર્મચારી વચ્ચે વહીવટી સુધારણા મુદ્દે સ્પષ્ટ અંતર દેખાઈ રહ્યું છ
🎯શાળા સમય બાબત બ્રેકિંગ અપડેટ....
📝 શાળાઓમાં ઉઘડતા નવા સત્રથી રાજ્યની શાળાઓના સમયમાં થઈ શકે છે મોટો ફેરફાર આવી શકે છે.
0 Comments