સપ્ટેમ્બરનો એશિયા કપ મુશ્કેલીમાં, પાકિસ્તાન બોર્ડના અધ્યક્ષ મુસીબતમાં જાણો ડીટેલ માં
સમાચાર વિસ્તાર થી by તન્વી પટેલ
પાકિસ્તાન સાથેના યુદ્ધને કારણે સસ્પેન્ડ (કૅન્સલ નહીં) કરવામાં આવી ત્યાર બાદ હમણાં તો આગામી એશિયા કપની વાતો ખૂબ જોરમાં છે, કારણકે આ વખતનો એશિયા કપ (ASIA CUP) સપ્ટેમ્બરમાં ભારતમાં યોજાવાનો છે અને હંમેશાં આ ટૂર્નામેન્ટમાં ભારત-પાકિસ્તાનની ટીમ પર જ સૌનું ધ્યાન રહેતું હોય છે. જોકે બન્ને દેશ વચ્ચેના સંબંધો અત્યંત ખરાબ થઈ ગયા હોવાથી એશિયા કપ યોજાવાની સંભાવના નથી.
મુદ્દાની વાત એ છે કે આઇપીએલની બાકીની 16 મૅચ માટે નવેસરથી શેડ્યૂલ નક્કી કરવાની જાહેરાત થઈ હોવાથી હમણાં તો એ મૅચોના નવા સમયપત્રકની રાહ જોવાઈ રહી છે. બીસીસીઆઇના સેક્રેટરી દેવાજિત સૈકિયાએ જ કહ્યું છે કે આઇપીએલ માત્ર અઠવાડિયા માટે સસ્પેન્ડ કરાઈ છે.
આપણ વાંચો:ભારત પાકિસ્તાન તણાવ : એક શિક્ષક નો પત્ર વાયરલ જુવો શું કહ્યું
સામાન્ય રીતે એશિયા કપમાં ભારત-પાકિસ્તાનની બે લીગ મૅચ રમાય છે અને ફાઇનલમાં આવે તો કુલ ત્રણ મૅચ થઈ કહેવાય. આ વખતે ત્રણ તો શું, એક મૅચ પણ થવાની શક્યતા નથી. હાલના તબક્કે તો એવું જ લાગી રહ્યું છે કે એશિયા કપ યોજાશે તો એ ચમત્કાર કહેવાશે.
યોગાનુયોગ, એશિયન ક્રિકેટ કાઉન્સિલ (એસીસી)ના અધ્યક્ષસ્થાને પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB)ના મોહસિન નકવી (MOHSIN NAQVI) છે અને જો એશિયા કપ રદ કરાશે તો એસીસીને થનારા કરોડો રૂપિયાના નુકસાનનો શું જવાબ આપશે એ જોવું રહ્યું. એ જોતાં, નકવી મોટી મુસીબતમાં મુકાઈ શકે છે.
આપણ વાંચો: Gujrat news updet Mock drill in India: યુદ્ધના ભણકારા વચ્ચે સુરક્ષાની તૈયારી, આવતી કાલે 15 જિલ્લામાં મોકડ્રિલ
જૂનમાં ભારતીય ક્રિકેટરો ટેસ્ટ સિરીઝ માટે ઇંગ્લૅન્ડના લાંબા પ્રવાસે જશે. ઑગસ્ટમાં બાંગલાદેશમાં ભારતની વન-ડે અને ટી-20 સિરીઝ યોજાવાની છે એટલે ત્યાર બાદ ઇંગ્લૅન્ડની `ધ હન્ડ્રેડ’ સ્પર્ધામાં ટોચના ટી-20 ખેલાડીઓ રમવાના છે.
ઑગસ્ટમાં ઑસ્ટ્રેલિયા-સાઉથ આફ્રિકાની સિરીઝ પણ યોજાવાની હોવાથી એ બે દેશના ખેલાડીઓ ઑગસ્ટમાં આઇપીએલની બાકીની મૅચો માટે નહીં આવી શકે. એ જોતાં, છેક સપ્ટેમ્બરમાં આઇપીએલની બાકીની મૅચો યોજવાને બદલે થોડા દિવસમાં જ સ્પર્ધા ફરી શરૂ કરીને એક દિવસમાં એક-એકને બદલે બે-બે મૅચ રાખીને પૂરી કરી શકાશે. હા, એશિયા કપનું આયોજન ઘોંચમાં પડી શકે.
0 Comments