Vidhyadeep Yojana in Gujarati | વિદ્યાદીપ વીમા યોજના | forms | check list | yojna all information
રાજ્ય સરકાર દ્વારા દરેક વર્ગો માટે યોજના બનાવવામાં આવે છે. જેમાં ખેડૂતો માટે આઈ-ખેડૂત પોર્ટલના માધ્યમથી ખેડૂતો યોજનાઓનો લાભ આપવામાં આવે છે. એવી જ રીતે દિકરીઓ માટે વ્હાલી દીકરી યોજના બહાર પાડેલી છે. પરંતુ રાજ્યના બાળકોને સર્વાગી વિકાસ માટે આરોગ્ય, શિક્ષણ અને રમત-ગમતના ક્ષેત્રમાં બાળકો પોતાનું ઉજ્જવળ ભવિષ્ય બનાવે તે માટે આપણી સરકાર દરેક બાળકોની દરકાર લઈ રહેલ છે. જેને ધ્યાને રાખીને વિદ્યા દીપ વીમા યોજના અમલી બનાવેલ છે. Vidhyadeep Yojana in Gujarati નો લાભ કોણે મળે તેની માહિતી મેળવીશું.
- વિદ્યાદીપ વીમા યોજના હેઠળ રાજ્યની તમામ સરકારી, અનુદાનિત પ્રાથમિક શાળાઓમાં તથા આશ્રમશાળાઓ માટે છે. જેમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને વીમા રક્ષણ પૂરું પાડવાનો મુખ્ય આશય આ યોજનામાં રાખવામાં આવેલ છે. આ યોજના હેઠળ રાજ્યની તમામ સરકારી, અનુદાનિત પ્રાથમિક શાળાઓમાં તથા આશ્રમશાળાઓ અભ્યાસ કરતા વિદ્યાર્થીના અકસ્માતે અવસાન કે કાયમી અપંગતતાના કિસ્સામાં વાલીને સહાય ચૂકવવામાં આવે છે.
bullet Point of Vidhyadeep Yojana in Gujarati
યોજનાનું નામ |
વિદ્યા દીપ વીમા યોજના |
વિભાગનું નામ |
શિક્ષણ વિભાગ |
પેટા વિભાગ/કચેરી નું નામ |
જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી- જિલ્લા પંચાયત |
આર્ટિકલની ભાષા |
ગુજરાતી અને અંગ્રેજી |
લાભાર્થીની પાત્રતા |
અનુસૂચિત જાતિના (SC) ના હોવા જોઈએ..all student in gujrat |
યોજના હેઠળ મળવાપાત્ર સહાય |
રૂ. 50,000/- વીમા રક્ષણ |
કઈ જ્ઞાતિના લોકો અરજી કરી શકશે? |
લાગુ પડતુ નથી. |
અરજી પ્રક્રિયા |
ઓફલાઈન |
Official Website |
http://gujarat-education.gov.in |
what up join |
Read More:- Mahila Samriddhi Yojana 2025 : Apply Online, Eligibility, Benefits,Required Document, How To Apply
કોને મળવાપાત્ર છે?
અણધારેલ, એકાએક અને બિનઇરાદાપૂર્વકનો બનાવ હોય તેવા બાહ્ય હિંસક નિશાનો જણાય આવે છે. તેવા અક્સ્માતના કિસ્સામાં અવસાન/કાયમી અપંગતતા થયેલ હોય તો આ સહાય મળવાપાત્ર થાય છે.
યોજના માટે જરૂરી ડોકયુમેંટ
વિદ્યા દીપ વીમા યોજના હેઠળ લાભ મેળવવા નીચે મુજબના પુરાવા રજૂ કરવાના રહેશે.
- એફ.આઈ.આર. (FIR)
- પંચનામું
- પોસ્ટમોર્ટમ રિપોર્ટ (અકસ્માતમાં મૃત્યુના કિસ્સામાં)
- અપંગતા અંગેના પ્રમાણપત્ર
- અભ્યાસ ચાલુ હોવા અંગે શાળાનું પ્રમાણપત્ર
- નિયત નમૂનાનું અરજી પત્રક
- બેન્કની વિગત
યોજના હેઠળ અરજીનો સમયગાળો
- આ યોજના હેઠળ 150 દિવસમાં અરજી કરવાની રહેશે. અરજદારો અકસ્માતે અવસાન/ઈજાની તારીખથી નોડલ અધિકારી તરીકે સમક્ષ અરજી કરી શકાય. જેના સંબંધિત જિલ્લાના જિલ્લા શિક્ષણાધિકારીશ્રી, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી અને શાસનાધિકારીશ્રીને રજૂ કરવાનો રહે છે.
Read More:- APAAR ID સારા સમાચાર: અપાર આઈડી 2 મિનિટમાં ડાઈનલોડ કરો, લોગ ઈન વિધાર્થી ના APAAR ID અહીંયા થી બનાવો .
Vidhyadeep Yojana in Gujarati | વિદ્યાદીપ વીમા યોજના
👍વિદ્યા દીપ યોજના પરિપત્ર |
|
👍વિદ્યા દીપ યોજના પરિપત્ર 2 |
|
👍વિદ્યા દીપ ચેક લિસ્ટ |
|
🥏🎯🙏🎯🔗 |
FAQ-વારંવાર પૂછાતા પ્રશ્નો
1. Vidhyadeep Yojana in Gujarati કયા વર્ષથી અમલમાં છે?
- જવાબ: વિદ્યા દીપ વીમા યોજના વર્ષ ૨૦૦૨ થી અમલી થયેલ છે.
2. વિદ્યા દીપ વીમા યોજના હેઠળ કોઈ આવક-મર્યાદા નિર્ધારીત કરવામાં આવેલ છે?
- જવાબ: ના, કોઈ આવક-મર્યાદા નિર્ધારિત કરવામાં આવેલ નથી.
3. Vidya Deep Vima Yojana કઈ કચેરીનો સંપર્ક કરવાનો રહેશે?
- જવાબ: નોડલ અધિકારી તરીકે સંબંધિત જિલ્લાના જિલ્લા શિક્ષણાધિકારીશ્રી/જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી/શાસનાધિકારીશ્રી નો સંપર્ક કરવાનો રહેશે.
4. વિદ્યા દીપ વીમા યોજના હેઠળ વીમા માટે અમલીકરણ કચેરી કઈ છે?
- જવાબ: અમલીકરણ કચેરી તરીકે વીમા નિયામકશ્રીની કચેરી
5. Vidya Deep Vima Yojana Gujarat હેઠળ વારસદાર કોણ ગણાશે?
- જવાબ: માતા-પિતા (તેમની હયાતી ન હોય તો) ભાઈ-બહેન (તેમની હયાતી ન હોય તો) તેમના કાયદેસરના વારસદાર
👉 નીચે મુજબ ના પ્રશ્ન આધારે આપણે અહીંયા વિદ્યા દીપ યોજના વિશે જાણશું
(1)વિદ્યાદીપ યોજના શું છે ?
(2) વિદ્યાદીપ યોજના સાથે કઈ ઘટના જોડાયેલી છે ?
(3) વિદ્યાદીપ યોજના ક્યારે શરૂ કરવામાં આવી ?
(4) વિદ્યાદીપ યોજના હેઠળ કયા બાળકોને વીમા રક્ષણ આપવામાં આવે છે ?
(4) વિદ્યાદીપ યોજના હેઠળ વીમાનો લાભ ક્યારે મળી શકે ?
(5) વિદ્યાદીપ યોજના હેઠળ કેટલી વીમાની રકમ મળે છે ?
(6) વિદ્યાદીપ યોજના હેઠળ વીમાની રકમ કોને મળે છે?
(7) વિદ્યાદીપ યોજના હેઠળ દરખાસ્ત કેટલા દિવસમાં કરવાની હોય છે ?
(8) વિદ્યાદીપ યોજના હેઠળ દરખાસ્ત ક્યાં કરવાની હોય છે ?
(9) વિદ્યાદીપ યોજના હેઠળ દાવો રજૂ કરવા કયા આધારો જરૂરી છે ?
(10)વિદ્યાદીપ યોજના હેઠળ વીમાનું પ્રીમિયમ કોણ ભરે છે ?
(11)વિદ્યાદીપ યોજના કઈ કચેરી દ્વારા ચલાવવામાં આવે છે ?
(1)વિદ્યાદીપ યોજના શું છે ?
- વિદ્યાદીપ એ સામુહિક જૂથ અકસ્માત વીમા યોજના નો એક ભાગ છે. કોઈપણ અકસ્માત શાળા માં ભણતા બાળકો ના અવસાન થયે થી અપાતી વીમા રક્ષણ યોજના છેઃ.
(2) વિદ્યાદીપ યોજના સાથે કઈ ઘટના જોડાયેલી છે ?
- વર્ષ 2001 માં કચ્છ નો ભૂકંપ સાથે જોડાયેલ છેઃ. જયારે ભૂકંપ થયો ત્યાર બાદ ગુજરાત સરકારે શાળા માં ભણતા બાળકો ના અકસ્માત /કુદરતી આફત માં વીમા રક્ષણ / માતા પિતા ને વળતર મળે તે માટે યોજના ચાલુ કરી (2002/2003)
(3) વિદ્યાદીપ યોજના ક્યારે શરૂ કરવામાં આવી ?
- વિદ્યાદીપ યોજના વર્ષ 2002/ 2003 માં શરૂઆત કરવામાં આવી.
(4) વિદ્યાદીપ યોજના હેઠળ કયા બાળકોને વીમા રક્ષણ આપવામાં આવે છે ?
- વિદ્યા દીપ યોજના હેઠળ ધોરણ 1થી 12 ના બાળકો ને અને સરકારી પ્રાથમિક શાળા / સરકારી ગ્રાન્ટેડ શાળા ના બાળકો ને મળે છે.
5) વિદ્યાદીપ યોજના હેઠળ વીમાનો લાભ ક્યારે મળી શકે ?
- આપઘાત કે કુદરતી મૃત્યુ સિવાય ના સંજોગોમાં અકસ્માતે અવસાન,કે કુદરતી આફતો માં મૃત્યુ થવાંથી આ યોજના નો લાભ મળે છેઃ.( વિધુત કરંટ,સર્પ દંશ )
(6) વિદ્યાદીપ યોજના હેઠળ કેટલી વીમાની રકમ મળે છે ?
- વિદ્યા દીપ યોજના માં વીમા ની રક્મ 50000 અંકે પચાસ હજાર રૂપિયા છે. ( શરૂઆત માં 25000 હતા )
(6) વિદ્યાદીપ યોજના હેઠળ વીમાની રકમ કોને મળે છે?
- બાળક ના માતા પિતા (ન હોય તો )
- પોતાના ભાઈ. (ન હોય તો )
- પોતાની અપરણિત બહેન (ન હોય તો )
- કાયદેસર ના વારસદાર
(7) વિદ્યાદીપ યોજના હેઠળ દરખાસ્ત કેટલા દિવસમાં કરવાની હોય છે ?
- પ્રાથમિક શાળા /કે માધ્યમિક શાળા ના આચાર્ય શ્રી દ્રારા તરત જાણ કરવાની હોય છે. જાણ તેજ દિવસે કરવાની હોય છે
- 👉 દરખાસ્ત 90 દિવસ માં કરવાની હોય છે.
(8) વિદ્યાદીપ યોજના હેઠળ દરખાસ્ત ક્યાં કરવાની હોય છે ?
- વિદ્યાદીપ યોજના હેઠળ દરખાસ્ત
- જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી
- માધ્યમિક /ગ્રાન્ટેડ શાળા એ જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી (DEO) ને કરવાની હોય છે.
(9) વિદ્યાદીપ યોજના હેઠળ દાવો રજૂ કરવા કયા આધારો જરૂરી છે ?
👉જરૂરી આધારો
- [પોસ્ટ મોટર્મ રિપોર્ટ]
- [મરણ નો તલાટી નો દાખલો
- [શાળા ના આચાર્ય નું પ્રમાણપત્ર]
- [સરપંચ સહીત ગામ ના ત્રણ આગેવાન નું પંચનામું]
- (આ ઉપરાંત બાળક ના જે આધાર હોય તે )
(10)વિદ્યાદીપ યોજના હેઠળ વીમાનું પ્રીમિયમ કોણ ભરે છે ?
- આ યોજના ગુજરાત સરકાર ની હોવાથી રાજ્ય સરકાર / ગુજરાત સરકાર
(11)વિદ્યાદીપ યોજના કઈ કચેરી દ્વારા ચલાવવામાં આવે છે ?
પ્રાથમિક શિક્ષણ નિયામક ની કચેરી દ્રારા આ યોજના ચલાવવામાં આવે છે.
0 Comments