Gujrat live news : TEACHER RECRUITMENTકચ્છ જીલ્લા માટે પ્રાથમિક શાળામાં ધોરણ 1 થી 5 સુધીમાં 2500 શિક્ષકોની તેમજ ધોરણ 6 થી 8માં 1600 શિક્ષકોની ભરતી કરવામાં આવશે.

 


Gujrat live news : TEACHER RECRUITMENTકચ્છ જીલ્લા માટે પ્રાથમિક શાળામાં ધોરણ 1 થી 5 સુધીમાં 2500 શિક્ષકોની તેમજ ધોરણ 6 થી 8માં 1600 શિક્ષકોની ભરતી કરવામાં આવશે.

Gujrat live news કચ્છ: કચ્છ જિલ્લામાં શિક્ષકોની ઘટ નિવારવા ગુજરાત સરકારે મોટો નિર્ણય લીધો છે. જેમાં શિક્ષકોની ખાસ ભરતી કરવામાં આવશે. લાંબા સમયથી કચ્છમાં ખાસ કિસ્સામાં શિક્ષકોની ભરતીની માંગ કરવામાં આવી રહી હતી. જે આખરે સ્વીકારાઈ છે અને કચ્છમાં ધો.1 થી 5 માં 2500 અને ધો.6 થી 8માં 1600 આમ કુલ 4100 શિક્ષકની ખાસ કિસ્સામાં ભરતી કરવામાં આવશે.જિલ્લામાં શિક્ષકોની વધારે ઘટ હોતા આ ઘટ નિવારવા નિર્ણય

તારીખ 18.3.2025 ના રોજ  ગાંધીનગરમાં કચ્છ જિલ્લામાં શિક્ષકોની વધારે ઘટ હોતા આ ઘટ નિવારવા રાજ્ય સરકારમાં કચ્છ જિલ્લાના ચૂંટાયેલા પ્રતિનિધિઓ, ધારાસભ્યો અને આગેવાનોએ મુખ્યપ્રધાન ભુપેન્દ્રભાઈ પટેલ અને શિક્ષણપ્રધાન ડૉ. કુબેર ડીંડોર સાહેબ, શિક્ષણપ્રધાન પ્રફુલ પાનશેરીયાને રૂબરૂ મળીને કચ્છ જિલ્લાની જનતા વતી ભારપૂર્વક રજુઆત કરી હતી અને કચ્છ જિલ્લામાં અલગથી શિક્ષકોની ભરતી કરવામાં આવે તેવો આગ્રહ કર્યો હતો.

કચ્છ જિલ્લામાં થશે શિક્ષકોની ભરતી (Gujarat live)

Gujrat live news:: કુલ 4100 શિક્ષકોની ભરતી કરવામાં આવશે

લાંબા સમયની રજૂઆત ધ્યાને લઈને સરકારના શિક્ષણ વિભાગ દ્વારા કચ્છ જીલ્લા માટે પ્રાથમિક શાળામાં ધોરણ 1 થી 5 સુધીમાં 2500 શિક્ષકોની તેમજ ધોરણ 6 થી 8માં 1600 શિક્ષકોની એમ કુલ 4100 શિક્ષકોની ભરતી કરવામાં આવશે તેવો નિર્ણય લેવામાં આવ્યો છે. તો આ ભરતી પામેલ શિક્ષકો કાયમી કચ્છ જિલ્લામાં જ રહેશે અને તેમની બદલી પણ નહીં કરાવી શકે તેવી શરત સાથે ભરતી કરવામાં આવશે. ત્યારે કચ્છ જિલ્લાને કાયમી શિક્ષકો મળી રહે તે માટે ખાસ કિસ્સામાં શિક્ષકોની ભરતી કરવાની જાહેરાત કરવા બદલ તમામ ચૂંટાયેલા પ્રતિનિધિઓએ સરકારનો આભાર માન્યો હતો.શરતના આધારે કરાશે શિક્ષકોની ભરતી

 શિક્ષકોની ભરતી શરત 

  • જોકે આ શિક્ષકોની ભરતી માટે એક શરત મૂકવામાં આવી છે. જેમાં જે શિક્ષકોની ભરતી કરવામાં આવશે તેઓને આજીવન એટલે કે નોકરી પૂર્ણ થાય ત્યાં સુધી કચ્છમાં જ શિક્ષક તરીકે નોકરી કરવી પડશે અને કોઈ પણ રીતે એની જિલ્લામાં તેમની બદલી કરવામાં નહીં આવે તેવી જોગવાઈ સાથે ભરતી કરવામાં આવશે.

✅ અન્ય આર્ટિકલ વાંચવા લાયક અને exam પરીક્ષા માટે ઉપયોગી 

💬Download Gujarat Primary Schools Standard 5 Second Semester Exam Old Question Papers

💬Download Gujarat Primary Schools Standard 4 Second Semester Exam Old Question Papers

💬Download Gujarat Primary Schools Standard 3 Second Semester Exam Old Question પપેર્સ

💬Download Gujarat Primary Schools Standard 8 Second Semester Exam Old Question પપેર્સ

💬Download Gujarat Primary Schools Standard 7 Second Semester Exam Old Question પપેર્સ

💬Download Gujarat Primary Schools Standard 6 Second Semester Exam Old Question Papers

માત્ર કચ્છ જિલ્લા પૂરતી આ ભરતી કરવામાં આવશે . આ ભરતી નવીન અપડેટ રહેશે . આગાઉની ભરતી સાથે આ કચ્છ ની ભરતી અલગ રહેશે . કચ્છ જિલ્લા  માં  વર્ષ 2022, વર્ષ 2023 અને વર્ષ 2024 માં શિક્ષકકો ની વધુ પ્રમાણ માં બદલી થઇ આ કારણે જગ્યાઓ  પ્રાથમિક શાળામાં ખૂબ જ છે.
  •  આ ભરતી કરવાનું મુખ્ય કારણ એ છે કે કચ્છ જિલ્લામાં પ્રાથમિક શાળાના બાળકોનો અભ્યાસ ન બગડે. આ ભરતીની મુખ્ય શરત એ રહેશે કે. જે શિક્ષકો પસંદગી કરશે તેની જીલ્લો બદલી શકાશે નહીં. જિલ્લા ફેર થઈ શકશે નહીં. શિક્ષકે કાયમી કચ્છ જિલ્લામાં નોકરી કરવી પડશે. આ અંગે વધુ નિયમો હજી બહાર આવ્યા નથી. સરકાર કચ્છ જિલ્લા માટે સ્પેશિયલ ભરતી કરશે ત્યારે આ અંગેના વધુ નિયમો બહાર આવશે.
  •  કઈ રીતે ભરતી કરશે. મેરીટ આધીન ભરતી કરશે. કચ્છ જિલ્લાની જ પ્રાધાન્ય આપશે આવી બધી બાબતો હજી સુધી બહાર આવી નથી.






Post a Comment

0 Comments