Gujrat live news : LTC એલટીસી (લીવ ટ્રાવેલ કન્સેશન) ને લગતા પરિપત્ર અને માહિતી

Gujrat live news : LTC એલટીસી (લીવ ટ્રાવેલ કન્સેશન) ને લગતા પરિપત્ર અને માહિતી 


LTC એલટીસી (લીવ ટ્રાવેલ કન્સેશન) ને લગતા પરિપત્ર અને માહિતી IIએલટીસી મહિતી

  • LTC એક પ્રકાર ની સરકારી કર્મચારી ને પ્રવાસ / હરવા ફરવા માટે ની  છૂટ છે. જે તમામ વિભાગ ના કર્મચારી ઓ ને મળે છે . તેના નિયમો ,પરિપત્ર અને વિવિધ પ્રકારની માહિતી જાણવી જરૂરી છે આપણે આ બ્લોગ પોસ્ટ માં LTC એલટીસી (લીવ ટ્રાવેલ કન્સેશન) ની તમામ જરૂરી વિગતો આપવામાં આવેલ છે .

એલટીસી લગતા પરિપત્ર 

એલટીસી ને લગતા પરિપત્ર માં  મુખ્ય રૂપથી નીચે ની બાબત  સે નિમ્નલિખિત હોય છે:

1. સરકારી આદેશ: એલટીસી ને લગતા પરિપત્ર સરકાર ના આદેશ થી થાય છે .

2. કર્મચારી નું આવેદન/ અરજી : કર્મચારી ને LTC લેવા માટે જરૂરી અને પોતાના વિભાગ ને અરજી કરવાની હોય છે .

3. અધિકારી પ્રમાણપત્ર: કર્મચારીને LTC માટે પોતાના  અધિકારી ને જરૂરી પ્રમાણપત્ર પુરા પાડવાના હોય છે . જૈસે કી પાસપોર્ટ, આઈડી કાર્ડ, આદિ. જમા કરાવવવા જરૂરી છે .

LTC લાગતા ફોર્મ

  • એલટીસી ને લગતા ફોર્મ ગુજરાત સરકાર કી અધિકૃત વેબસાઇટ પર ઉપલાબ્ધ છે.

એલટીસી લગતા દસ્તાવેજ

  • એલટીસી ને લગતા દસ્તાવેજ નિમ્નલિખિત છે 

 LTC ઇન્ફોર્મ માહિતી 

🛣️ હાલ ૨૦૨૨-૨૫ બ્લોક ચાલુ છે, જે ૩૧/૧૨/૨૫ સુધી ચાલશે, ૧/૧/૨૬ થી ઓટોમેટીક નવો ૨૦૨૬-૨૯ બ્લોક ચાલુ થઈ જશે.

🛤️ જો 🚆 રેલ્વેમાં મુસાફરી કરો છો તો થ્રી ટીઅર એસીની ટિકિટના નાણા મળવા પાત્ર છે. વંદેભારતમાં પણ મુસાફરી કરી શકાય છે. 

જો 🚌સરકારી બસમાં મુસાફરી કરો છો તો સરકારી બસ ની ટિકિટ મુજબ ભાડું મળશે.

✈️જો વિમાનમાં મુસાફરી કરો તો પણ ટુ ટીયર (૪૨૦૦ થી વધુ ગ્રેડ), ૪૨૦૦ થી ઓછા માટે થ્રી ટીયર એસીનું ભાડું મળવાપાત્ર છે જેના માટે રેલવેની વેબસાઈટ પરથી ફેરચાર્ટ ડાઉનલોડ⏬ કરી કિલોમીટર મુજબ ભાડુ તપાસી ભાડું આકારી શકાય, બિલમાં એર ટીકીટ મુકવી ફરજીયાત છે.

🚢 જ્યાં રેલવે જતી નથી અને ફરજિયાત સ્ટીમર કે હોડીમાં જવું પડે છે તો તે ટિકિટ મુજબ ભાડું મળવા પાત્ર છે.

🚎 એલટીસી માન્ય ટ્રાવેલ્સમાં જાઓ તો પણ રેલ્વે થ્રી ટીયર એસી અને ૪૨૦૦ થી વધુ બેઝિકને ટુ ટીયર એસીનું ભાડું જ મળવા પાત્ર છે કારણ કે ટ્રાવેલ્સ જમવા-રહેવાના રૂમનું ભાડું ગણતા હોય છે જે મળવા પાત્ર નથી.

📆 જો વેકેશનમાં અથવા તો રજામાં પ્રવાસ કરો છો તો કોઈપણ જાતની રજા કપાતી નથી પરંતુ એલટીસી લાભ લીધા બાબતની નોંધ સેવાપોથીમાં થાય છે.

🛤️એલટીસી પ્રવાસ વધુમાં વધુ 3000 Up + 3000 Down એમ કુલ 6000 કિલોમીટર કરી શકાય છે.

💵એલટીસી રજા હેઠળ રજા રોકડનો દસ દિવસનો અલગ પગાર મળવાપાત્ર છે, જેમાં હાલ સાતમા પગાર પંચના બેઝિક અને તેના પર મોંઘવારી મુજબ દિન ૧૦ નો પગાર મળવા પાત્ર છે, જેમને પ્રાપ્ત રજા જમા હોય તેમને જ રજા રોકડ મળવાપાત્ર છે, પ્રાપ્ત રજા સીઆરસી, બીઆરસી, બીએલઓને મળવાપાત્ર છે, શિક્ષકને અર્ધપગારી રજા મળે છે, જેના પર રજા રોકડ લાભ મળતો નથી? એલટીસીમાં રજા રોકડ વગર પણ પ્રવાસ કરી શકાય છે. 

🧑🏻‍🏫👩🏻‍🏫 જો પતિ અને પત્ની બંને કર્મચારી હોય તો બંને એકસાથે એલટીસીનો લાભ લઈ શકે છે, જેમાં બંનેમાંથી એક કર્મચારી પ્રવાસ ભથ્થાનું બિલ આકારી શકે છે, જ્યારે પતિ પત્ની બંને દિન ૧૦ રજા રોકડ બિલ આકારી શકે છે.

👨‍👩‍👦‍👦👵🏻👴🏻 એલટીસીમાં કુટુંબની વ્યાખ્યામાં માતા-પિતા, પતિ પત્ની ૧૮ વર્ષથી નાની ઉંમરના સંતાનો અને ઉંમરબાદ વિનાના દિવ્યાંગ પુત્ર પુત્રીનો સમાવેશ થાય છે.

🗺️ એલટીસીનો લાભ સમગ્ર નોકરી દરમિયાન છ વખત લઈ શકાય છે એટલે કે ૧૦×૬= ૬૦ દિવસનું રજા રોકડ મળે છે

💷 એલટીસીની ટીકીટની આવકને કરપાત્ર રકમ ગણવામાં આવતી નથી

LTC ને લગતા તમામ પરિપત્રોનું સંકલન

⬇️⬇️⬇️

https://drive.google.com/drive/folders/1PhFUaNsOzsGzGupasjy4oAVyVUq-1AJN

LTC FAQ ❓

❓Ltc નો લાભ સમગ્ર નોકરી દરમિયાન કેટલી વખત લઈ શકાય?
  • Ltc નો લાભ સમગ્ર નોકરી દરમિયાન છ વખત લઈ શકાય છે 

❓Ltc માટે કુટુંબની શું વ્યાખ્યા હોય?
  • Ltc કુટુંબની વ્યાખ્યા એ 18 વર્ષથી નાની ઉંમરના સંતાનો અને ઉંમર બાદ વિનાના દિવ્યાંગ પુત્ર પુત્રી નો સમાવેશ થાય છે. Ltc માં પોતાના માતા-પિતાનું પણ સમાવેશ થાય છે. પોતાની પત્ની નો સમાવેશ થાય છે.

❓Ltc વધુમાં વધુ કેટલા કિલોમીટર અપડાઉન થઈ શકે?
  • Ltc માં આવતા અને જતા કુલ 6000 કિલોમીટર મુસાફરી કરી શકાય છે

Post a Comment

0 Comments