અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ - ગુજરાતની રાજ્ય કારોબારી બેઠક યોજાઈ
અમદાવાદ -મણિનગર મુકામે અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની બેઠક યોજાઇ ગઈ જેમાં હિન્દૂ નવ વર્ષ,વર્ષ પ્રતિપદા દિનની શુભેચ્છા સાથે દિપ પ્રજવલ્લન દ્વારા બેઠકની શુભ શરૂઆત કરવામાં આવી. ત્યારબાદ મહામંત્રી પરેશભાઈ પટેલે અખિલ ભારતીય અધિકારી સંગઠન મંત્રી મહેન્દ્રજી કપૂર, પ્રાંત અધ્યક્ષ મિતેષભાઈ ભટ્ટ, પ્રાંત સંગઠન મંત્રી અને પૂર્ણ કાલિન કાર્યકર્તા સરદારસિંહ મચ્છાર તેમજ પલ્લવીબેન પટેલ વગેરેની પ્રેરક ઉપસ્થિતમાં સૌનું સ્વાગત અભિવાદન કરવામાં આવ્યું અને એમના દ્વારા ગત મિટિંગમાં થયેલ ઠરાવનું વાંચન કરી થયેલ કાર્યવાહીની ચર્ચા કરવામાં આવી અને સૌએ *ૐ* ધ્વનિથી બહાલી સાથે અનુમોદન આપવામાં આવ્યું,
ગુજરાત પ્રાંતના અતિરિક્ત મહામંત્રી પરેશભાઈ પટેલે વર્ષ દરમ્યાન શૈક્ષિક મહાસંઘ દ્વારા થયેલ કાર્યક્રમો જેવા કે પુણ્ય શ્લોક અહલ્યાબાઈ હોલકરની 300 મી જન્મ જયંતિની ઉજવણી, ભગવાન બિરસા મુંડાની જન્મ જયંતીની ઉજવણી, કર્તવ્યબોધ દિવસ તેમજ વિશ્વ મહિલા દિનની ઉજવણી વગેરે કાર્યક્રમોનું વૃત રજૂ કર્યું,ત્યારબાદ સંભાગ વાઇઝ મંડળ રચનાનું વૃત રજૂ થયું.
અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના અખિલ ભારતીય અધિકારી સંગઠન મંત્રી મહેન્દ્રજી કપુરજીએ સંગઠનની કાર્ય પ્રણાલી,સંગઠનનો વિસ્તાર કાર્યકર્તાઓનું ઘડતર તેમજ પંચ પરિવર્તન,સાંસદ સંપર્ક યોજના, વિશ્વ વિદ્યાલયના કુલપતિ તેમજ વિદ્યાલયના પ્રાચાર્ય સંવાદ દરમ્યાન સંગઠનના વિચાર મુકવા તેમજ વર્ષ દરમ્યાન મહાસંઘ દ્વારા થયેલ નૈમિતિક કાર્યક્રમો, સંગઠનના કાર્યક્રમ વગેરે વિશે વિસ્તૃત પ્રબોધન રજૂ કર્યું.
દ્વિતિય સત્રનો શુભારંભ પ્રાંત કાર્યવાહ ડો.સુનીલભાઈએ રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના શતાબ્દી વર્ષની ઉજવણી અન્વયે પંચ પરિવર્તન કુટુંબ પ્રબોધન, પર્યાવરણની જાળવણી વિષય પર વાત મૂકી,આગામી નવેમ્બર ડિસેમ્બરમાં ઘર ઘર સંપર્ક યોજના વિશે વિસ્તૃત સમજ આપી. વિશાળ હિન્દૂ સંમેલન વિશે વાત કરતા ડો.સુનિલભાઈએ જણાવ્યું કે નાગપુરમાં એક જગ્યાએ સંઘની શાખાની શરૂઆત કરવામાં આવેલ આજે એક લાખ સ્થાનો પર શાખા લાગે છે,પ્રમુખજન ગોષ્ઠી,સામાજિક સદભાવ બેઠક અંગેની સમજ આપી.
પ્રાંત સંગઠન મંત્રી હિતેશભાઈ ગોપાણીએ *મીડિયાની ભૂમિકા* વિશે વાત કરતાં જણાવ્યું કે પ્રિન્ટ મીડિયા, ઇલેક્ટ્રોનિક મીડિયા અને સોશિયલ મીડિયા વગેરેનો ઉચિત ઉપયોગ ખુબજ અસરકારક છે. મહાસંઘ જુદાં જુદાં આંદોલન દરમ્યાન ખુબજ લાભ લે છે અને એના સારા પરિણામો પ્રાપ્ત થયા. ત્યારબાદ પ્રાથમિક શૈક્ષિક મહાસંઘના પ્રાંત અધ્યક્ષ અનિરુદ્ધસિંહ સોલંકીએ *હમારા વિદ્યાલય હમારા તીર્થ* ના બિંદુઓ જેવાકે વિદ્યાલયની સ્વચ્છતા, મોબાઈલ વપરાશની આચાર સંહિતા,પ્લાસ્ટિક મુક્ત શાળા,શિક્ષણની સાથે સહ અભ્યાસીક પ્રવૃત્તિઓ કરવી, શાળામાં ભારતમાતા,સરસ્વતી માતાનું મંદિર બને,વાલી અને શિક્ષકોનો સંવાદ, વૃક્ષારોપણ, શિક્ષણ વ્યવસ્થા વિદ્યાર્થી કેન્દ્રી બને,મંડલદીઠ એક શાળા *હમારા વિદ્યાલય હમારા તિર્થ* બને એવી વાત મૂકી હતી, ત્યારબાદ અનિરુદ્ધ સિંહે સંગઠનની રચના વિશે વાત કરી હતી,ત્યારબાદ પ્રાંત અધ્યક્ષ મિતેષભાઈ ભટ્ટે આગામી સમગ્ર વર્ષનું વાર્ષિક આયોજન રજૂ કરતા જણાવ્યું કે વર્ષ પ્રતિપદાની ઉજવણી,મંડલ રચના,સદસ્યતા અભિયાન,પ્રકૃતિ વંદન કાર્યક્રમ અંતર્ગત વૃક્ષારોપણ જેવા સેવા પ્રકોષ્ઠ,તેમજ 22,જૂનના રાજ્ય કારોબારી બેઠક બાદ જિલ્લા બેઠક તાલૂકા બેઠક,ગુરુ વંદન, ઓગસ્ટ,સપ્ટેમ્બરમાં સંગઠન પર્વ,મીડિયા કાર્યશાળા, ઓક્ટોબરમાં જયપુર ખાતે નવમાં અખિલ ભારતીયનું આયોજન, વિમર્શ કાર્યશાળા,ડિસેમ્બરમાં ગુજરાતની દરેક શાળામાંથી એક પ્રતિનિધિની ઉપસ્થિતમાં એક દિવસિય વિશાલ સંમેલન, કર્તવ્યબોધ દિવસ,માતૃશક્તિ વંદના વગેરે કાર્યક્રમોની કાર્યસૂચિ રજૂ કરી હતી.
ભોજન વિરામ બાદ રાજ્ય કારોબારીની શરૂઆત પ્રાથમિક સંવર્ગના પ્રાંત મહામંત્રી પરેશભાઈ પટેલે વિવિધ પ્રશ્નોનો બદલી કેમ્પ,HTAT બદલી કેમ્પ એકમ કસોટી વગેરે પ્રશ્નોના ઉકેલ માટેના પ્રાંતના પ્રયત્નો વિશે છણાવટ કરી હતી.ત્યારબાદ તમામ જિલ્લા વાઈઝ નીચે મુજબના પ્રશ્નો રજૂ કરવામાં આવ્યા.
(1) વર્ષ:-૨૦૦૫ પછી નિમણુંક પામેલ શિક્ષકોને જૂની પેંશન યોજનામાં સમાવવા બાબત.
(2) વર્ષ:-૨૦૦૫ પહેલાંના કર્મચારીઓની સીપીએફ કપાત બંધ કરી તા.01.04.2025 થી જીપીએફ એકાઉન્ટ ઓપન કરવા બાબત.
(3) વર્ષ:-૨૦૧૩ માં થયેલ નવ રચિત જિલ્લાઓના શિક્ષકોના જીપીએફના નાણાં જુના જિલ્લામાંથી નવ રચિત જિલ્લામાં ટ્રાન્સફર કરવા બાબત.
(4) સીપીએફ એકાઉન્ટ ઓપન કરવામાં પાંચ પાંચ વર્ષ જેટલો સમય વ્યતીત થઈ જાય છે, ઝડપથી કાર્યવાહી થાય એ માટે જિલ્લા કક્ષાએ કેમ્પનું આયોજન કરવા બાબત.
(5) દર વર્ષે માર્ચ માસમાં ગરમીનું પ્રમાણ ખુબજ વધી જતું હોય 15,મી માર્ચથી શાળાનો સમય સવારનો કરવા અગાઉથી જ રજુઆત કરવા બાબત.
(6) સમગ્ર શિક્ષા અભિયાન દ્વારા SMC, CRC, BRC ને આપવામાં આવતી ગ્રાન્ટની લિમિટ હાલ જે 25% આપવામાં આવે છે એના બદલે પ્રથમ શૈક્ષણિક સત્ર શરૂ થાય ત્યારે 50% અને દ્વીતિય સત્ર શરૂ થાય ત્યારે જમા કરવા બાબત.
(7) સમગ્ર શિક્ષા અભિયાનમાં નાણાંકીય ઔચિત્યના સિદ્ધાંતો મુજબ વર્ષોથી રૂપિયા 2000/- ની ખરીદી પર ત્રણ ભાવ લેવાની જોગવાઈ છે એમાં ફેરફાર કરી હાલના મોંઘવારીના સમયમાં 5000/- રૂપિયાની કોઈ એક જ વસ્તુની ખરીદી પર ત્રણ ભાવ લેવાની જોગવાઈ કરવા બાબત.
(8) સીઆરસી/બીઆરસી ભરતીમાં ગણિત,વિજ્ઞાન શિક્ષકોને નિમણુંક આપવાની છૂટ આપવા બાબત.
(9) ખાતાકીય પરીક્ષા કલાસ-2 ની પરીક્ષામાં લાયકાત ધરાવતા પ્રાથમિક શિક્ષકોને પરીક્ષા આપવાની છૂટ આપવા બાબત.
(10) વર્ષ દરમ્યાન શિક્ષકોને પોતાના વર્ગ બાળકોના ભોગે ઘણી બધી તાલીમો આપવામાં આવે છે એ તાલીમ ઓછી કરવા બાબત.
(11) દર વર્ષે વિદ્યાર્થીઓને આપવામાં આવતી શિષ્યવૃત્તિની દરખાસ્ત કરવાની પ્રક્રિયા ખુબજ જટિલ હોય એને સરળ કરવા બાબત.
(12) જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની શિક્ષણ શાખાઓમાં કલાર્કની નિમણુંક કરવા બાબત.
(13) એસ.ઓ.ઈ. સિવાયની તેમજ એક શિક્ષક વાળી શાળામાં જ્ઞાન સહાયક કે પ્રવાસી શિક્ષકોની નિમણુંક કરી બદલી થયેલ શિક્ષકોને છૂટા કરવા માટે યોગ્ય કરવા અંગે.
(14) પે-સેન્ટર શાળામાં ફેરફાર કર્યા વગર પે-સેન્ટર તેમજ 300 વિદ્યાર્થીઓની સંખ્યા ધરાવતી શાળામાં શાળા સહાયકની નિમણુંક કરવી.
(15) વિદ્યાર્થીઓના શૈક્ષણિક પ્રવાસની મંજૂરી આપવા બાબત
અંતિમ સત્રમાં પ્રાંત સંગઠન મંત્રી સરદારસિંહ મચ્છારે સંગઠનમાં કાર્યકર્તાઓના પ્રવાસનું મહત્વ અને વિમર્શ વિષય પર પોતાનું પ્રબોધન રજૂ કર્યું. ત્યારબાદ અખિલ ભારતીય અધિકારી પલ્લવીબેન પટેલે સંગઠનમાં માતૃ શક્તિઓની સામેલગીરી, માતૃશક્તિની ભાગીદારી સુનિચિત કરવી વગેરે બાબતો અંગે ચર્ચા કરી હતી.
ગુજરાત પ્રાંતના કોષાધ્યક્ષ રમેશભાઈ ચૌધરીએ બંધારણ સમિતિ દ્વારા બંધારણમાં સૂચવેલ સુધારા રજૂ કર્યા હતા. ત્યારબાદ 🚨🚨🚨🚨🚨🚨 ત્યારબાદ અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની પ્રાંત કારોબારીમાં અધ્યક્ષશ્રી મિતેષભાઈ ભટ્ટે જણાવ્યું કે *તા.30.04.25 સુધીમાં જૂની પેન્શન યોજનાનું વિસ્તૃત નોટિફિકેશન બહાર પાડવામાં આવશે,જીપીએફ એકાઉન્ટ ખોલવા માટેની પ્રક્રિયા થશે એવી સરકારશ્રીએ ખાત્રી આપેલ છે* જો તા.30.04.25 સુધીમાં નહિ થાય તો ફરીથી કારોબારી બોલાવી આંદોલનની રણનીતિ નક્કી કરવામાં આવશે અને જરૂર પડ્યે આંદોલન પણ કરવામાં આવશે
અંતમાં અખિલ ભારતીય અધિકારી સંગઠન મંત્રી મહેન્દ્રજી કપુરજીએ સમગ્ર દિવસ દરમ્યાન રજૂ થયેલ મુદ્દાઓનું પુન:સ્મરણ કરવી પાથેય પૂરું પાડ્યું હતું.
અંતમાં પ્રાંત સંગઠન મંત્રી પ્રાથમિક સંવર્ગ હિતેષભાઈ ગોપાણીએ કલ્યાણ મંત્ર રજૂ કરી બેઠકનું સમાપન કરાવ્યું હતું.
*મહાસંઘ પ્રાંત ટીમ*🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩
0 Comments